KIM
 
Industrial Tranning Center
 
Mangrol
 
 Message
મેસેજ
 સમગ્ર સમાજમાં અન્ય ક્ષેત્રેાની સરખામણીએ ઔધોગિક વિકાસ કરતા કુશળ કારીગરોની બાબતમાં ઇ.સ. ૧૯૦૫ થી કાર્યરત કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ ઇ.સ. ૧૯૯૪ થી માંગરોલ જેવા અંતરીયાળ વિસ્તારમાં ચાલતી સરકાર માન્ય કે.આઇ.મદ્રેસા ઔધોગિક તાલીમ સંસ્થા એ પણ વિકાસના પથ પર અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઔધોગિક તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓને કુશળ કારીગર બનાવવાનુ કાર્ય કરવામાં આવે છે. અને કુશળ કારીગરો આ સંસ્થામાં તૈયાર થયા પછી તેઓને રોજગારી તેમજ સ્વરોજગારી મેળવવમાં ઘણી જ સરળતા સાંપડી છે. ઉપરાંત હાલમાં પણ આ ઔધોગિક સંસ્થા વિવિધ ક્ષેત્રની તાલીમ સુવિધા જેવી કે કોમ્પ્યુટર ક્રમ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, વાયરમેન, ઇલેકટ્રોનિકસ મિકેનીક તેમજ કટીંગ એન્ડ સુંઇગ જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો સાથે સુસજજ અને કાર્યરત છે. જે સમાજ, રાજય તથા સમગ્ર રાષ્ટ્ર માટે ઔધોગિક વિકાસનું ચાલક અને પ્રેરક બળ બની રહેશે.
 બદલાતા જતા પ્રવાહો અનુસાર આધુનિક તેમજ વૈજ્ઞાનિક રીતે માનવબળને સુસજજ કરવું પડે છે. આ સંદર્ભે રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર અને તાલીમ ખાતાના સહયોગથી કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ઔધોગિક તાલીમ સંસ્થાના જુદા-જુદા વ્યવસાયલક્ષી અબ્યાસક્રમો રાજયના યુવાધનને રોજગારી પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. એથી જ કહેવામાં આવે છે કે... “સફળ ઉધોગો કુશળ કારીગરો ઉપર જ આધારિત છે.”

આભાર...
મોહંમદ આઇ. બદાત
માનદ્‌ આચાર્ય,
કે.આઇ. મદ્રેસા ઔ.તા. કેન્દ્ર
મોટામિયા માંગરોલ, જિ. સુરત.


વાયરમેન
 ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો પરિચય.
 આપણા દેશ તેમજ વિદેશમાં ઔદ્યોગિક ક્ષેત્રેે ટેકનિકલ ક્ષેત્રે ખૂબ જ ઝડપી અને નોંદ્યપાત્ર પ્રગતિ થઈ છે. દરેક વ્યવસાયના ટેકિનકલ વિકાસ અને સુધારાઓ ને આધારિત છે. આ વિકાસમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ભાવિ ઉજજવળ છે. તેમાં ઔદ્યોગિક એકમના કુશળ/અર્ધકુશળ કારીગરોની માંગ વધતી જાય છે. આ માંગ ને પહોંચી વળવા તેમજ દેશના વિકાસ માટે તેમજ નાગરિકો સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી ભારત સરકારના શ્રમ મંત્રાલયનાં ડાયરેકટર જનરલ એમ્પ્લોયમેન્ટ અને ટ્રેઈનિંગ, નવી દિલ્હી વડે તમામ રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલ છે.
 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ મેળવી તાલીમાર્થી અર્ધકુશળ કારીગર તરીકે તૈયાર થાય છે. જે એપ્રેન્ટિસ એકટ પ્રમાણે ચાલતા ઔદ્યોગિક એકમોમાં તાલીમ લઈને કુશળ કારીગર બને છે. અને ત્યાર બાદ તે ઔદ્યોગિક એકમોમાં નોકરી કરીને અથવા પોતાનો વ્યવસાય શરૂ કરીને રોજગારી કે સ્વરોજગારી મેળવી શકાય છે.
 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ માં મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ઓટો મોબાઈલ્સ, ઇલેકટ્રોનિકસ, કોમ્પ્યુટર, સિવિલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ફેશનડીઝાઇનીંગ ક્ષેત્રોમાં અલગ અલગ વ્યવસાયનાં અભ્યાસક્રમો ચાલે છે.
કોસ વિશેની સામાન્ય જાણકારી
 ગુજરાત રાજ્યમાં સરકારી ઓદ્યૌગિક તાલીમ સંસ્થાઓ, ગ્રાન્ટ-ઈન એઈડ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સ્વનિર્ભર, આઈ.ટી.આઈ., દરેક જિલ્લાઓમાં ચાલે છે. જેનું સંચાલન નિયામકશ્રી, રોજગાર અને તાલીમ સચિવાલય ગાંધીનગર થી કરવામાં આવે છે. તમામ આઇ.ટી.આઇ.માં ઇજનેરી અને બીન ઇજનેરી એમ બંને પ્રકારનાં વ્યવસાય તથા કેટલાક વ્યવસાય ણછશ્વટ તથા કેટલાક વ્યવસાય ઘછશ્વટ પેટર્નનના ચાલે છે. જેમાં ત્રણ માસ, છ માસ, એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળાનાં તાલીમ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
 હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ ૨૯૪ આઇ.ટી.આઇ. ચાલે છે. તેમા સરકારી ૧૨૭ ટેકનિકલ હાઇસ્કૂલો ૨૦ સેલ્ફ ફાઇનાન્સ આઇ.ટી.આઇ. ૫૦ અને ગ્રાન્ટ ઇન એઇડ આઇ.ટી.આઇ. ૯૭ છે.
 આ વ્યવસાયો એન્જિનીયરીંગ ટે્રડમાં વિભાજન કરતાં દા.ત. વાયરમેન, ઇલેકટ્રીશીયન, ઇલેકટ્રોનિકસ મિકેનીક, રેડીયો/ટી.વી. મિકેનીક વગેરે એન્જિનીયરીંગ ટે્રડ છે. અને ડ્રેસ મેકીંગ, સ્ટેનોગ્રાફી, હેર એન્ડ સ્કીન કેર વગેરે નોન એન્જિનીયરીંગ ટ્રેડસ છે. કુલ જોઇએ એન.સી.વી.ટી.ના ૪૧ ટ્રેડસ, જી.સી.વી.ટી.ના (૩૦ી ટ્રેડસ અને અંધ/અપંગ ઉમેદવારો માટે ૧૧ ટ્રેડર્સ છે.
 આઇ.ટી.આઇ.નાં તાલીમાર્થીઓને કોર્સની મુદત મુજબ ૧ કે ૨ વર્ષની રોજ ૮ કલાકની સઘન ટ્રે(ંનગ આપવામાં આવે છે. જે પૈકી ૪.૩૦ કલાકે પ્રાયોગિક અને બાકી સૈદ્ધાંતિક થિીયરીી હોય છે. તાલિમ દરમિયાન વેકેશન હોતું નથી. શિસ્ત પાલન અને સમયનું ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. પરીક્ષામાં બેસવા માટે ૮૦ ટકા હાજરી ફરજીયાત હોય છે. દરેક ટ્રેડના ૩૩ ટકા તાલીમાર્થીઓને સ્કોરશીપ આપવામાં આવે છે. તાલિમ પૂરી થયે નેશનલ કાઉન્સીલ ફોર વોકેશનલ ટ્રે(ંનગ દ્ધારા પરીક્ષા લઇને પાસ થયે નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્ધારા આપવામાં આવે છે.

 (૧ી ટે્રડ થીયરી (૨ી એન્જિનીયરીંગ ડ્રોઇંગ (૩ી વર્કશોપ કેલ્કયુલેશન અને સાયન્સ (૪ી સમાજશાસ્ત્ર
વાયરમેન ટ્રેડનંુ મહ_વ અને ભાવિ :
 દેશ ટેકનિકલ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમાં વિજળીનો ફાળો ખૂબ જ મહ_વનો છે. વિજળી વગર કોઇ મશીન ચાલી શકતું નથી. ઘરમાં થોડી વાર પણ લાઇટ બંધ રહે તો કેવા અકળાઇ જઇએ છીએ! હવે આ લાઇનની અગત્યતા અને ભાવિ વિશે ચર્ચા કરીએ.
 આપણી રોજિંદી જિંદગીમાં વિજળી વણાઇ ગઇ છે. તેના વગર જીવવું કદાચ અશકય નહિ તો કરૂપ તો કહી શકાય. વિજળી આપણા ઉદ્યોગોની કરોડરજ્જુ સમાન છે. તેમ કહીએ તો અતિશયોક્તિ ઘરગથ્થું, વિ. ચાલે છે. આમ, દરેક ક્ષેત્ર વિજળીએ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. ત્યારે આ લાઇનમાં રોજગારીનું ક્ષેત્ર કેવું હશે તેની કલ્પના કરી જુઓ! શહેરો ઉપરાંત ગામ કે ગામડે વિજળીકરણ મોટા પાયા પર થઇ રહ્યું છે. દેશનો વિકાસ અને સમુદ્ધિઓ આધાર વિજળી વપરાશ ઉપર રહેલો છે. જે સેશમાં વિજળીનો વપરાશ વઘારે તે દેશ સમૃદ્ધ કહેવાય છે.
 આ ઉપરાંત નાના-મોટાં અનેક કારખાનાઓમાં જુદા-જુદા પ્રકારના મશીનો ચાલતાં હોય છે. તે દરેકની સારસંભાળ માટે પણ વાયરમેનની જરૂર પડે છે. આમ, આ લાઇનનું ક્ષેત્ર બહુજ વિશાળ છે. જરૂર છે ફક્ત સખ્ત મહેનતથી અને સારી કારીગરીની જે ફક્ત પે્રક્ટિસથી કેળવી શકાય છે. તમારામાં ધીરજ, આત્મબળ, દ્રઢ નિશ્ચય હશે તો ધારો ત્યાં પહોચી શકશો. યાદ રાખો કે જીવનમાં આત્મવિશ્ચાસથી મોટી કોઇ ચીજ નથી. આ લાઇનમાં ઘણા તાલીમાર્થીઓ તૈયાર થયેલા છે. જાપાનમાં મોટા ઉદ્યોગપતિઓ મિત્સુબીશી અને સોની કું. ના માલિકો કારીગરમાંથી જ આગળ વધેલા છે. તમારી આજુબાજુના સમાજમાં પણ આવા અનેક દાખલાઓ જોવા મળશે.
 હવે આ લાઇનમાં કામ કરતાં કરતાં કઇ રીતે આગળ વઘવું તે સમજીએ.
• સેકન્ડ ક્લાસ વાયરમેન પરીક્ષા એટલે શું?
 સરકારશ્રીના નિયમો અનુસાર જે રીતે વાહન ચલાવનારને લાયસન્સ લેવું પડે છે. તે રીતે વાયરીંગ કામ કરનાર કે રીપેર કરનારને પણ લાયસન્સ મેળવવાનું રહે છે. આ લાયસન્સ મેળવવા માટે ઇલેકટ્રીકલ લાયન્સીંગ બોર્ડની પરીક્ષા પાસ કરવાની રહે છે. આ પરીક્ષાને સેકન્ડ ક્લાસ વાયરમેન પરીક્ષા કહેવાય છે. આઇ.ટી.આઇ. વાયરમેન કે ઇલેક્ટ્રીશીયન પરીક્ષા પાસ કરી હોય તેઓને આ પરીક્ષામાંથી મુકિત મળે છે. તેથી તેઓએ મુકિતનું ફોર્મ ભરીને લાયસન્સ અને પરમીટ મેળવવાની રહે છે.
 મુકિત મેળવવા માટેનું ફોર્મ આઇ.ટી.આઇ. નું પરિણામ મળે કે તુરત જ નીચેના સરનામેથી મેળવીને સંપૂર્ણ રીતે ભરીને પરત કરવું.
 સચિવશ્રી,
ઇલેકટ્રીકલ લાયસન્સીંગ બોર્ડની કચેરી,
ઉર્જા અને પેટ્રોકેમિક્લસ વિભાગ, ઉદ્યોગ ભવન,
બ્લોક નં. ૧૭, સેક્ટર નં. ૧૧, સાતમા માળે,
ગાંધીનગર-૩૮૨૦૧૧
 અરજી કર્યા પછી સામાન્ય રીતે ત્રણેય માસમાં વાયરમેનનો પરમીટ અને લાયસન્સ મળી શકે છે. આ લાયસન્સ મેળવનારને સરકારી, અર્ધ સરકારી કે મોટા કારખાનાઓ માં નોકરી મળી શકે છે અથવા તો પોતે ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટરનું લાયસન્સ મેળવીને પોતાનો સ્વતંત્ર ધંધો કરી શકે છે.
• ઇલેકટ્રીકલ સુપરવાઇઝર કેવી રીતે બની શકાય :
 સેકન્ડ કલાસ વાયરમેનની પરીક્ષા પાસ કર્યા પછી સરકારમાન્ય ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર પાસેથી ત્રણ વર્ષનો અનુભવ મેળવીને પછી સુપરવાઇઝર પરીક્ષાનું ફોર્મ ભરી શકાય છે. આઇ.ટી.આઇ.